જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લાનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો. ઉપરકોટના કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કૂવો, ઉપરકોટની ગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જીદ), નિલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવાલાયક સ્થળો છે.
ભીમકુંડ અને સૂરજ કુંડ
ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલ ગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.
કપિલધારા કુંડ અને કમંડલ કુંડ
સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.
સીતા કુંડ અને રામ કુંડ
હનુમાનધારા નજીક સીતામઢી અને રામચંદ્રજીનું મંદિરની નજીક આ કુંડ આવેલા છે.
ગિરનાર પર્વત
ગિરનાર જૈન મંદિરો – ગિરનાર પર આવેલા જૈન મંદિરો.
દાતાર શિખર – ૨,૭૭૯ ફૂટ(૮૪૭ મી.) ઉંચો પર્વત જે ગિરનાર પર્વતમાળાનો ભાગ છે. આ પર્વત પર દાતાર બાપુની જગ્યા આવેલી છે, ત્યાં જવા માટે આશરે ૩૦૦૦ પગથિયા છે.
નરસિંહ મહેતાનો ચોરો
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય
દામોદર કુંડ
ભવનાથ
મહાબત મકબરો
વિલિંગ્ડન બંધ
ખાપરા-કોડીયાની ગૂફાઓ
બાબા પ્યારેની ગુફાઓ
અશોકનો શિલાલેખ
બાબી મકબરો
બહાઉદીન મકબરો
બારાસાહેબ
સાયન્સ મ્યુઝિયમ-તારામંડળ (પ્લેનેટોરિયમ)
દરબાર હૉલ મ્યુઝિયમ (કચેરી)
ગાયત્રી મંદિર – વાઘેશ્વરી મંદિર
અક્ષર મંદિર